Govt Scheme | ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો લાભ કેવી રીતે મેળવશો

admin
6 Min Read

ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના, યોજના ની સંપૂર્ણ માહિતી !

ખેડૂત જ છે કે જેણે જગતને અનાજ પૂરું પાડ્યું છે. પરંતુ, ક્યારેક દુર્ઘટનાના કારણે ખેડૂત પરિવાર આર્થિક મુશ્કેલીઓમાં મુકાઈ શકે. આ સમસ્યા સામે સહાયરૂપ થવા ગુજરાત સરકાર દ્વારા ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના 26 જાન્યુઆરી 1996 થી શરૂ થઈ હતી અને તેનો ઉદ્દેશ અકસ્માતે મોત અથવા કાયમી અપંગતાના સંજોગોમાં ખેડૂત પરિવારમાં આર્થિક સહાય પહોંચાડવાનો છે.

ગુજરાત સરકારે રાજ્યના ખેડુતોના લાભાર્થે ખાતેદાર ખેડુત આકસ્મિક મૃત્યુ /કાયમી અપંગતતા સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડુતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચુકવવામાં આવે છે.

યોજનાનો હેતુ અને ઉદ્દેશ

સરકાર દ્વારા રજૂ કરાયેલ ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો હેતુ ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન પછી તે પુત્ર હોય કે પુત્રી તેમજ ખાતેદાર ખેડૂતની પત્ની કે પતિનુ અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે તો તેના વારસદારોને આર્થિક સહાય કરવાનો ઉદ્દેશ છે.

યોજના માટે કોણ પાત્ર છે

વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનારા બધા જ ખેડૂત ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના સંતાનો, તેમજ ખાતેદાર ખેડૂત કે જેમના અવસાન કે કાયમી અપંગતાના કિસ્સામાં તેમની ઉમર 5 થી લઈને 70 વર્ષની હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.

યોજના હેઠળ મળતી સહાય

અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ, અકસ્માતને કારણે બે આંખ, હાથ- પગ અને એક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100 ટકા લેખે રૂપિયા 2 લાખ (આંખના કિસ્સામાં 100 ટકા દ્રષ્ટિ જવી, હાથના કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ અને પગના કિસ્સામાં ધૂંટણ ઉપરથી અપંગતા). અકસ્માતને કારણે એક આંખ કે એક અંગ (હાથ-પગ) ગુમાવવાના કિસ્સામાં 50 ટકા લેખે રૂપિયા એક લાખની સહાય.

અમલીકરણ કરતી કચેરી-અધિકારી

અકસ્માતે મૃત્યુના થવાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમૂનામાં પુરાવા સાથે અરજી કરવાની રહે છે. અરજી મૃત્યુના કિસ્સામાં 150 દિવસની અંદર સંબધિત જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લા પંચાયતમાં કરવાની રહે છે.

આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

  • પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
  • તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
  • તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
  • તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત અ,બ,ક ની ગેરહયાતીમાં
  • લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
  • ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે

ખાતેદાર ખેડૂતનુ મૃત્યુ થાય તો ખાતેદાર ખેડૂતના વારસદારએ અને અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૯૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે રૂબરૂ કરવાની રહેશે ૯૦ દિવસબાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી

  • અકસ્માત મૃત્યુ વળતર મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
  • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક), {મૃત્યુ તારીખ પછીના પછીના પ્રમાણિત ઉતારા)
  • પી.એમ. રીપોર્ટ
  • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ
  • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર
  • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
  • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
  • રૂ. ૧૦૦/-ના સ્ટેમ્પ પેપર્સ પર નોટરી/રજીસ્ટ્રર વાળુ ઇન્ડેમ્નીટી બોન્ડ
  • પેઢીનામુ
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ
યોજના ની ઝાંખી
યોજનાનું નામ ગુજરાત ખેડૂત અકસ્માત વીમા યોજના.
શરૂ કરેલ વર્ષ ૨૬th જાન્યુઆરી ૧૯૯૬.
લાભ અકસ્માત વીમા વ્યાપિત રૂ. ૧ લાખ અને રૂ. ૨ લાખ
લાભાર્થી ગુજરાતના ખેડૂતો અને તેમના પરિવારો.
અમલીકરણ સંસ્થા વીમા નિયામક, ગુજરાત.
નોડલ વિભાગ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારિતા વિભાગ, ગુજરાત
લાગુ કરવાની રીત અરજી ફોર્મ દ્વારા ઓફલાઇન કરો.

લાભો

શ્રેણી સહાયની રકમ
  • મૃત્યુ
રૂ. 2,00,000/-
  • કાયમી અપંગતા
રૂ. 2,00,000/-
  • આખો ગુમાવવી
  • બે અંગોનું નુકસાન
  • હાથ અને પગની ખોટ
  • એક આંખ અને એક હાથ અથવા પગની ખોટ
  • ૧૦૦% દૃષ્ટિ નુકશાન
  • કાંડથી ઉપરની હાથ ગુમાવવી
  • ઘૂંટણથી ઉપરનો પગ ગુમાવવો
રૂ. 2,00,000/-
  • એક આંખ અથવા એક અંગનું નુકશાન
રૂ. 1,00,000/-

લાયકાત

  • ગુજરાતના રહેવાસીઓ.
  • માત્ર ગુજરાતના ખેડૂત અને તેમના પરિવારો જ પાત્ર છે.
  • ઉંમર 5 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અકસ્માતને કારણે મૃત્યુ અને કાયમી અપંગતા થવી જોઈએ.

અરજી કેવી રીતે કરશો

  • ગુજરાત અકસ્માત વીમા યોજના હેઠળ અરજી કરવાનો એકમાત્ર રસ્તો અરજી ફોર્મ દ્વારા છે.
  • જિલ્લા કૃષિ અધિકારી અથવા જિલ્લા પંચાયત કાર્યાલયમાંથી અરજીપત્ર લો.
  • અરજીપત્રક યોગ્ય રીતે ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
  • જિલ્લા કૃષિ અધિકારી અથવા જિલ્લા પંચાયત કાર્યાલયની કચેરીમાં અરજીપત્રક અને તમામ દસ્તાવેજો સબમિટ કરો.
  • અધિકારી દ્વારા અરજીપત્રક અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે.
  • ચકાસણી પછી સહાયની રકમ દાવેદારના આપેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વધુ વિગતવાર માહિતી અને નવીનતમ નિયમો માટે, તમે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

Share This Article

Useful Links

Copyright © 2024 Universal Gujarat. All Right Reserved.

Popup with custom content after scroll

Thank You

For Subscribing

You're almost done!

Please Check Out the New Themes!  blazethemes