GPSC 2025: સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ગુજરાતમાં ઉમેદવારો સરકારી ભરતી ખાસ કરીને જીપીએસની પરીક્ષાની રાહ જોતા હોય છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
[su_box title=”Note:” style=”glass” box_color=”#ff5000″ radius=”10″]1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે[/su_box]
ગુજરાતમાં ઉમેદવારો સરકારી ભરતી ખાસ કરીને જીપીએસની પરીક્ષાની રાહ જોતા હોય છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025) ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ વર્ષ દરમિયાન 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ મહિનામાં આટલી ભરતી થશે
જૂન મહિનામાં જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. જુલાઈ મહિનામાં જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ડિસેમ્બર મહિનામાં જુદા જુદા 5 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે.