GSSSB Bharti 2025 : ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારમાં નોકરીની તક, ₹40,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત બાગાયત નિરીક્ષકની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી
Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવાનું સપનું જોતા ડિપ્લોમા કરેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગરની બાગાયત નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કૂલ 14 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
Ojas GSSSB ભરતી 2025ની મહત્વની માહિતી | |
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
વિભાગ | કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ |
કચેરી | બાગાયત નિયામકની કચેરી |
પોસ્ટ | બાગાયત નિરીક્ષક, વર્ગ-3 |
જગ્યા | 14 |
વય મર્યાદા | 18થી 33 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 1 સપ્ટેમ્બર 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2025 |
ક્યાં અરજી કરવી? | https://ojas.gujarat.gov.in |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના તાબા હેઠળની બાગાયત નિયામક કચેરી ગાંધીનગરની બાગાયત નિરીક્ષક, વર્ગ-3 સંવર્ગની કૂલ 14 જગ્યાઓ માટે ભરતી
કેટેગરી | જગ્યા |
બિન અનામત(સામાન્ય) | 5 |
આર્થિક રીતે નબળા વર્ગ | 1 |
અનુ.જન જાતિ | 2 |
સા.શૈ.પ.વર્ગ | 5 |
કુલ | 14 |
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય કોઈપણ કૃષિ/બાગાયતી યુનિવર્સિટીઓના પોલિટેકનિકમાંથી મેળવેલ બાગાયતીમાં ડિપ્લોમાની ડિગ્રીકમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાનગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
GSSSB બાગાયત નિરીક્ષક ભરતી માટે પગાર
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદાવરોને પહેલા પાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ₹29200 થી ₹92,300 (લેવલ-5)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાના પાત્ર થશે.
વય મર્યાદા
આ પોસ્ટ ઉપર અરજી કરના ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન | Click Here |