PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરો ઘરે બેઠા મંગાવો | PVC Aadhar Card Online Order 2025

admin
2 Min Read
PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરો PVC આધારકાર્ડ ઘરે બેઠા મંગાવો #UniversalGujarat

ઘરેબેઠા PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ અહીં જાણો

આધાર કાર્ડની સેવા પૂરી પાડતી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ જણાવ્યું કે, માર્કેટમાં જે PVC કાર્ડ બની રહ્યા છે, તે માન્ય નથી. તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તેનો ઓર્ડર આપવો પડશે. જાણે તમે કેવી રીતે PVC આધાર કાર્ડ મગાવી શકો છો.

PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટેની સંપૂર્ણ પ્રોસેસ અહીં જાણો

  • તેના માટે તમારે UIDAIની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે.
  • આ વેબસાઈટ પર ‘Login’ સેક્શનમાં જઈને ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરવું પડશે.
  • તેના પછી તમારે તમારા આધારનો 12 ડિજિટનો નંબર અથવા 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID અથવા 28 ડિજિટનો આધાર એનરોલમેન્ટ ID (EID) દાખલ કરવો પડશે.
  • તેના પછી તમારે સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા એન્ટર કરવો પડશે.
  • OTP માટે ​Send OTP પર ક્લિક કરો.
  • તેના પછી રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા OTPને ખાલી જગ્યામાં સબમિટ કરો.
  • સબમિશન પછી તમારી સામે આધાર PVC કાર્ડનું એક પ્રી-વ્યુ સામે આવશે.
  • તેના પછી તમારે નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
  • પેમેન્ટ પેજ પર તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે.
  • પેમેન્ટ પ્રોસેસ પૂરી કર્યા પછી તમારા આધાર PVC કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.
  • સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી UIDAI 5 દિવસની અંદર આધાર પ્રિન્ટ કરીને ઈન્ડિયા પોસ્ટને આપશે.
  • તેના પછી પોસ્ટ વિભાગ સ્પીડ પોસ્ટ દ્વારા તેને તમારા ઘર સુધી પહોંચાડશે.

[su_youtube url=”https://youtu.be/iY6wp-H5OCY” width=”1280″]

PVC Aadhaar Card Fees

50 રૂપિયા ફી આપવી પડશે પોલિવિનાઇલ ક્લોરાઇડ કાર્ડને PVC કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું પ્લાસ્ટિકનું કાર્ડ હોય છે, જેના પર આધાર કાર્ડની જાણકારીઓને પ્રિન્ટ કરવામાં આવે છે. આ કાર્ડને બનાવવા માટે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. UIDAIના અનુસાર, આ કાર્ડમાં સિક્યોર QR કોડ, હોલોગ્રામ, માઈક્રો ટેક્સ્ટ, કાર્ડ ઈશ્યુ કરવાની અને પ્રિન્ટ કરવાની તારીખ અને અન્ય જાણકારી હોય છે.

 

Share This Article

Useful Links

Copyright © 2024 Universal Gujarat. All Right Reserved.

Popup with custom content after scroll

Thank You

For Subscribing

You're almost done!

Please Check Out the New Themes!  blazethemes