Gujarat Solar Fencing Yojana | સોલાર અને યોજના ઝટકા મશીન માટે સહાય

admin
5 Min Read

Gujarat Solar Fencing Yojana 2022 | સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય

વાડી ની ફરતે તારફેન્સિંગ કરવા માટે ની સહાય યોજના | Gujarat Solar Fencing Yojana 2022 | Solar Fencing Subsidy In Gujarat | ikhedut Portal Yojana| સોલાર ફેન્સીંગ યોજના અને ઝટકા મશીન માટે રૂપિયા 15000 ની સહાય | Tar Fencing Yojana

મિત્રો આપ સર્વે ને અમે જણાવી દઈએ કે જો આપ ને વાડી અથવા ખેતર હોય અને તેની ફરતે તાર ફેન્સીંગ કરાવવા ઇચ્છતા હોય અને આપને સહાયની જરૂર હોય તો અહીંયા Gujarat Solar Fencing Yojana 2022 યોજના દ્વારા આપને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે કે આજની આ યોજના વાંચ્યા બાદ આપને કોઈપણ પ્રકારના પ્રશ્નો રહેશે નહીં અને આપ આ સહાય ખૂબ જ સરળતાથી મેળવી શકશો.

સોલાર ફેન્સીંગ યોજના
યોજના નું નામ સોલાર ફેન્સીંગ યોજના
સહાય સોલાર પાવર યુનિટની ખરીદી ઉપર લાભાર્થીને કુલ ખર્ચના 50% રકમ અથવા તો 15000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ જંગલી જાનવરો થી ખેડૂતો નાં પાક ને રક્ષણ પૂરું પાડવા નાં ઉદ્દેશ થી
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક www.ikhedut.gujarat.gov.in

 

ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલ ઉપર તમામ પ્રકારની ખેડૂતોને લક્ષી યોજનાઓ ની જાહેરાત કરવામાં આવે છે અને ત્યાંથી જ ઓનલાઇન અરજી પણ થઈ શકે છે. આજની આ યોજના ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા અમલમાં આવેલ છે જેમાં ખેડૂતો પોતાના ખેતર અથવા વાડી ફરતે તાર ફેન્સીંગ કરાવવા ઈચ્છતા હોય તો તેઓને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતો ખૂબ જ ઓછા પૈસા નો ખર્ચો કરીને તાર ફેન્સીંગ કરાવી શકે છે. તાર ફેન્સીંગ કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તાર ફેન્સીંગ કરાવ્યા બાદ ખેતર કે વાડીમાં પાકનું રક્ષણ થાય છે અને અન્ય જાનવરોથી પાકને બચાવી શકાય છે.

સોલાર તાર ફેન્સિંગ યોજના પાત્રતા

ગુજરાત રાજ્ય ના ખેડૂતોને તાર ફેન્સિંગ કરાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે.જેમાં નીચે મુજબ નાં પાત્રતા ધરાવતા ખેડૂતો પાત્ર ગણવામાં આવશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
  • ખેડૂત પોતાની જમીન નાં 7/12 અને 8/અ ધરાવતા હોવા જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • લાભાર્થી નાનાસીમાંત અને મોટા ખેડૂત હોવા જોઈએ.
  • ભૂતકાળ માં જે ખેડૂતો એ કાંટાળી તાર ની વાડ બનાવવા નાં હેતુસર લાભ લીધેલ હોઈ તેવા ખેડૂતો ને લાભ મળશે નહિ.
  • લાભાર્થી જાતે જ બજાર માં જઈ ને સારી ગુણવત્તા ની તાર ની કિટ ખરીદી શકે છે.
  • આ સહાય ની કીટ દર લાભાર્થી ને 10 વર્ષે એકવાર મળવાપાત્ર રહેશે.
  • આ યોજના નો લાભ લેવા માટે સરકાર દ્વારા અમુક લક્ષાંક નક્કી કરવામાં આવેલ છે તો વહેલા તે પહેલાં નાં ધોરણે અરજી કરવાની રહેશે.
  • આ યોજના નો લાભ મેળવવા માટે ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

ક્યાં ડોકયુમેનટ્સ નું જરૂર પડે

  1. ખેડૂત નાં જમીન ની 7/12 અને 8/અ ની નકલ.
  2. લાભાર્થી નાં રેશનીંગ કાર્ડ ની નકલ.
  3. લાભાર્થી નાં આધારકાર્ડ ની નકલ.
  4. લાભાર્થી SC,ST વર્ગ નાં હોઈ તો તેનું જાતિ નું પ્રમાણપત્ર.
  5. લાભાર્થી વિકલાંગ હોઈ તો તને પ્રમાણપત્ર.
  6. લાભાર્થી નો મોબાઈલ નંબર.
  7. લાભાર્થી નાં બેંક ખાતા ની પાસબુક ની નકલ.
  8. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક.

ઓનલાઈન  અરજી કેવી રીતે કરવી?

  1. ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  2. Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  3. ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  4. જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
  5. જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 51 યોજનાઓ બતાવશે. (તા-11/09/2022 ની સ્થિતિએ)
  6. જેમાં ક્રમ નંબર-03 પર “સોલાર પાવર યુનિટ/કીટ” માં  પર ક્લિક કરવાની રહેશે.
  7. જેમાં સોલાર ફેન્સીંગ સહાય યોજના ની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  8. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  9. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  10. જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.

ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ

  1. ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  2. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  3. ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  4. છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
Share This Article

Useful Links

Copyright © 2024 Universal Gujarat. All Right Reserved.

Popup with custom content after scroll

Thank You

For Subscribing

You're almost done!

Please Check Out the New Themes!  blazethemes